ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમોને તેમના ભડકાઉ ભાષણના કારણે પ્રતિબંધિત કર્યા બાદ ચૂંટણી આયોગે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. આગોયે ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી પર પણ રોક લગાવી છે.

આઝમ ખાનને 72 કલાક માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તો મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને નેતા કોઇપણ પ્રકારની ચૂંટણી રેલીમાં ભાગ નહીં લે શકે. ચૂંટણી પંચના આદેશ અનુશાર આઝમ ખાન અને મેનકા ગાંધી પર 16 એપ્રિલ સવારે 10 વાગ્યાથી પ્રતિબંધ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પાર્ટીઓના પ્રચાર પ્રસાર વચ્ચે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આચાર સંહિતાના ભંગ બદલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના સુપ્રિમો માયાવતી સામે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ અને માયાવતીના ચૂંટણી પ્રચાર પર ક્રમશ: 72 અને 48 કલાક માટેના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચના આદેશ બાદ બંને નેતાઓના આગામી દિવસોના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો રદ થશે.
Share To:

Post A Comment: